Tuesday, February 19, 2008

મારા પ્યારા ગુજરાતી ભાઈ ને અલોક પેટલ ના જય શ્રી કૃષ્ન ....

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

***************************

અને છેલ્લે એક વાત કહુ કે ....


નજરો જુકવી એ શરમાતા હતા,
મને શી ખબર એ મુસકુરાતા હતા.
જીવુ છુ હવે એના વગર,
બધાય જાણે છે ઝોરા કે એ બીજા માટે હરખાતા હતા.
મને સૂરજની બીક ના બતાવો !

***************************

સુરજ થાકે ત્યારે
સંધ્યા એને અંકમાં સમાવી લે છે
વાદળ જ્યારે થાકે ત્યારે
આકાશ એને ગોદમાં સમાવી લે છે
પૃથ્વિ જ્યારે ત્રાસે ત્યારે
મેઘ સ્નેહની વર્ષા કરી ભીંજવી નાખે છે
વૃક્ષ ઉભાં થાકે ત્યારે
સમીર વીંઝણો ઢોળી સુવાડી દે છે
હું પણ વાટ જોઉં છું કોઇની

No comments: